logo

*ઉપર મુજબ ની પ્રેસ નોટ જો શક્ય હોય તો આપની ચેનલ પર ફોટો તેમજ વિડિયો સહિત પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી 🙏*

*સંદેશ ભૂમિ,ધૂળે,મહારાષ્ટ્ર માં અદભુત શ્રામણેર શિબિર યોજાઈ...*

*તારીખ 21 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024,આમ કુલ 10 દિવસ માટે સંદેશ ભૂમિ,જી.ધૂળે,મહારાષ્ટ્ર ખાતે એક અદભુત 10 દિવસીય બૌદ્ધ પરંપરા મુજબ શ્રામણેર/શ્રામણેરી શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન સંદેશ ભૂમિ સમિતિ ની ટીમ દ્વારા તેમજ બૌદ્ધ ધર્મગુરુ થેરો આદરણીય ભંતે આનંદ જી નાં સાનિધ્યમાં કરવામાં આવી હતી.આ શિબિર માં કુલ 24 લોકોએ ભાગ લીધો હતો.આ તમામ 24 લોકોને બૌદ્ધ પરંપરા મુજબ 10 દિવસ માટે કેસ કંપન સંસ્કાર સહિત,ચીવર પહેરી ને બૌદ્ધ સંસ્કૃતિ નું આદરણીય ભંતે દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવેલ.10 દિવસ માટે સંદેશ ભૂમિ ની ટીમ દ્વારા તેમને અલ્પાહાર તેમજ ભોજન દાન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ શિબિર માટે અમદાવાદ ગુજરાત થી માનનીય આયુષ્માન સિંહલ બોધિધર્મન જી કે જેઓ મહા ગુજરાત બૌદ્ધ સંઘ ના સંસ્થાપક/સંચાલક છે તેઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવેલ.શિબિર ના સમાપન સમયે આયુ.બોધિધર્મન જીએ એક અદભુત તેમજ ઐતિહાસિક વક્તવ્ય આપેલ.શિબિર ના અંતિમ દિવસે તમામ ને સંદેશ ભૂમિ સમિતિ ની ટીમ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ.જેની સમગ્ર બૌદ્ધ જનસમુદાયે નોંધ લેવી.*

4
1742 views